CAA-NRCનો વિરોધ: પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'અમે ડરવાના નથી, અવાજ ઉઠાવતા રહીશું'
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે દેશભરમાં NRCની ચર્ચા ફેલાવે છે તેઓ આજ કાલ કહે છે કે ચર્ચા હતી જ નહીં. આ દેશ તમને ઓળખી રહ્યો છે. તમારી કાયરતા ઓળખી રહ્યો છે, તમારા જૂઠ્ઠાણાથી ઉબાઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પોતાના 135માં સ્થાપના દિવસ પર આજે દેશભરમાં CAA અને NRC વિરુદ્ધ કૂચ કરી રહી છે. લખનઉમાં પણ આવી જ એક કૂચનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીએ કર્યું. આ અવસરે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે દેશભરમાં NRCની ચર્ચા ફેલાવે છે તેઓ આજ કાલ કહે છે કે ચર્ચા હતી જ નહીં. આ દેશ તમને ઓળખી રહ્યો છે. તમારી કાયરતા ઓળખી રહ્યો છે, તમારા જૂઠ્ઠાણાથી ઉબાઈ ગયો છે.
Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra: Other opposition parties in state are not speaking up a lot. But as I said, we're not going to be afraid & keep raising voices even if we've to walk alone.We've to be prepared to go into next Assembly elections alone pic.twitter.com/VZ1nVQHFIK
— ANI UP (@ANINewsUP) December 28, 2019
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે રાજ્યમાં અન્ય વિપક્ષી દળો વધુ બોલતા નથી. પરંતુ મેં જેમ કહ્યું કે અમે ડરવાના નથી, અમે અવાજ ઉઠાવતા રહીશું. ભલે અમારે એકલા નીકળવું પડે. આપણે આગામી વિધાનસભા ચૂંટણી એકલા લડવા માટે તૈયાર રહેવું પડશે.
કોંગ્રેસે (Congress) પોતાના સ્થાપના દિવસ પર આજે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) અને NRC વિરુદ્ધ કૂચ કાઢવાનું નક્કી કર્યું. જે હેઠળ મુંબઈ (Mumbai) માં કોંગ્રેસના હજારો કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યાં. જ્યારે દિલ્હી, જયપુર અને ચેન્નાઈમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ કૂચ કરી. અત્રે જણાવવાનું કે આજે એટલે કે 28 ડિસેમ્બર કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. આજે પાર્ટી પોતાનો 135મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસરે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ પાર્ટી હેડક્વાર્ટરમાં ત્રિરંગો ફરકાવ્યો.
Mumbai: Congress takes out protest rally against #CitizenshipAmendmentAct and #NationalRegisterofCitizens pic.twitter.com/at9ln2iKk7
— ANI (@ANI) December 28, 2019
કોંગ્રેસ 'બંધારણ બચાવો'ના નારા સાથે સમગ્ર દેશમાં ફ્લેગ માર્ચ કાઢી રહી છે. કોંગ્રેસ ફ્લેગ માર્ચ દરમિયાન બંધારણની પ્રસ્તાવના વાચશે. રાહુલ ગાંદી આ દરમિયાન આસામમાં રહેશે અને સીએએ વિરુદ્ધ મોરચો નીકળશે તેમા સામેલ થશે.
Chennai: Tamil Nadu Thowheed Jamath takes out protest march against #CitizenshipAmendmentAct pic.twitter.com/R6UxsqWSXQ
— ANI (@ANI) December 28, 2019
આ બાજુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં રહેશે. પ્રિયંકા સવારે 11.15થી 12.15 સુધી સ્થાપના દિવસ પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતાં. આ આયોજન પાર્ટીના લખનઉ સ્થિત ઓફિસે થયું. આ ઉપરાંત તમામ રાજ્યોના પાર્ટી અધ્યક્ષ અને વિભિન્ન મોરચાના પ્રમુખ દેશના વિભિન્ન રાજ્યોના પાટનગરમાં આયોજિત કૂચમાં ભાગ લેવાના છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે કોંગ્રેસે સીએએ વિરુદ્ધ સતત પોતાનું વલણ આક્રમક બનાવી રાખ્યું છે. કોંગ્રેસે 23 ડિસેમ્બરના રોજ રાજઘાટ પર ધરણા ધર્યા હતાં. જેમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતાં. આ ધરણામાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતનું ટોચનું કોંગ્રેસ નેતત્વ સીએએ વિરુદ્ધ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધી સમાધિ સ્થળ પાસે સત્યાગ્રહ પર હતું. તેમની સાથે પાર્ટીના અનેક સમર્થકો પણ ધરણા ધરીને બેઠા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે